ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જી ના વરદ્હસ્તે આજે ગોધરા ખાતે ડેરીના આધુનિક ટેકનોલોજીથી સજ્જ, સંપૂર્ણ ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જી ના વરદ્હસ્તે આજે ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની પંચામૃત ડેરીના આધુનિક ટેકનોલોજીથી સજ્જ, સંપૂર્ણ ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું રાજ્યના મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ પંચામૃત ડેરી ખાતે વિઝીટર ગેલેરીની મુલાકાત લઈ ગેલેરીમાં પ્રદર્શિત પંચામૃત ફ્રોઝન સિમેન સ્ટેશન, કોર્પોરેટ ઓફિસ બિલ્ડિંગ, ખાંડીયા કેટલફીડ પ્લાન્ટ, રીયરીંગ સેન્ટર ગમન, બારીયાના મુવાડા, અને માલેગાંવ પંચામૃત ડેરી પ્લાન્ટના માહિતીસભર ચિત્રો અને પ્રતિકૃતિઓનું નિરીક્ષણ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે અત્યાધુનિક “ગૌશોર્ટ” સેક્સ સોર્ટેડ સીમેન ટેક્નોલોજીના મશીનનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કર્યું હતુ. આ નૂતન ટેકનોલોજીથી પશુપાલન ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે.

GujaratGauravDivas2025

Share