
પંચામૃત ડેરી ખાતે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે સહકારીતા પ્રવૃત્તિથી પ્રેરિત થઈ ઉત્તરાખંડ સરકારના આરોગ્ય શિક્ષા અને સહકાર મંત્રી આદરણીયશ્રી ડો. ધનસિંહ રાવત જી, ઉત્તરાખંડના સહકાર સચિવ શ્રી બસાવા વેન્કટારામચંદ્ર પુરુસોતમ,આર.સી.એસ શ્રી મેહરબાનસિંહ બીસ્ટ, જોઈન્ટ રજીસ્ટારશ્રી પ્રદીપ મહેરોત્રા, શ્રી મંગલપ્રસાદ ત્રિપાઠી ,શ્રી નિરજ બેલવાલ, ગુજરાત સરકારના સંયુક્ત રજીસ્ટાર શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, પંચમહાલ જિલ્લાના જિલ્લા રજીસ્ટાર શ્રી ડી કે ખેર સાહેબ પંચમહાલ ડેરી ખાતે શુભેરછા મુલાકાત કરી હતી.
ભારત સરકાર ઉજવવામાં આવતા સહકારીતા વર્ષ 2025 અંતર્ગત ” સહકારથી સમૃદ્ધિ ” ના કાર્યક્રમ હેઠળ પંચમહાલ ડેરી તેમજ પી.ડી.સી બેંક દ્વારા કરવામાં આવેલ વિવિધ સહકારી પ્રવૃત્તિઓની ઉત્કૃષ્ઠ કામગીરીથી માહિતગાર કરવામાં આવ્યા હતા
