પંચમહાલ ડેરી દ્વારા શરુ કરવા માં આવેલ “પશુ બઝાર” ને ભારતભરની સહકારી ડેરીઓમાં થયેલ ઇનોવેશન (નવીનીકરણ)ને રાષ્ટ્રીય ક્ષેત્રે બિરદાવવામાં આવ્યું

WhatsApp Image 2018-06-02 at 11.15.01 AM (1)

જૂનના દિવસે વિશ્વ દૂધ દિન તરીકે ઉજવવાના પ્રસંગે ભારત દેશની સર્વોચ્ય સંસ્થા એન.ડી.ડી.બી. (રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ) દ્વારા ભારતભરની સહકારી ડેરીઓમાં થયેલ ઇનોવેશન (નવીનીકરણ)ને રાષ્ટ્રીય ક્ષેત્રે બિરદાવવામાં આવે છે. પંચમહાલ ડેરી દ્વારા શરુ કરવા માં આવેલ “પશુ બઝાર” અને એ માધ્યમ થી ખેડૂત મિત્રો ને પશુ ની લે વેચ કરવા માટે જે મંચ પ્રદાન કરવા માં આવ્યું આ ઇનોવેશન (નવીનીકરણ) માટે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના ચેરમેન દિલીપ રથ, ભારત સરકારના એગ્રીકલ્ચર એન્ડ ફાર્મસ વેલ્ફર એન્ડ પંચાયતરાજના મંત્રી પુરુસોત્તમ રૂપાલા, ગુજરાત સરકારના મંત્રી જયદ્રથસિંહ પરમાર, મંત્રી ઇશ્વરભાઈ પટેલ, રાજ્યસભાના સભ્ય લાલસિંહ વાડોડીયા અને સાંસદ દિલીપભાઈ પટેલની ઉપસ્થિતિમાં આણંદ ખાતે પંચમહાલ ડેરીના મેનેજિંગ ડીરેકટરે શ્રી એસ એલ પાઠક જી એ એવોર્ડ સ્વીકાર્યો હતો